VIDEO: સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, ૪૩ હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરી ₹૪.૪૩ લાખનો દંડ ફટકાર્યો
સુરતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ફૂડ સેફ્ટી

સુરતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ફૂડ સેફ્ટી વિભાગે સતત બીજા દિવસે હોટલ અને રેસ્ટોરન્ટોમાં કડક તપાસ હાથ ધરી હતી. ટીમ દ્વારા ૨૦૯ જેટલી હોટલ-રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને ગંદકી તેમજ અસ્વચ્છતા વચ્ચે તૈયાર કરાયેલો ૫૪૮ કિલો અખાદ્ય ખોરાક ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મનપાની તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી ૧૨૮ હોટલ અને રેસ્ટોરન્ટોને નોટિસ ફટકારાઈ છે, જ્યારે તાકીદના ધોરણે ૪૩ એકમોને બંધ કરાવવામાં આવ્યા છે. આ સિવાય નિયમોના ભંગ બદલ વેપારીઓ પાસેથી ૪.૪૩ લાખનો દંડ વસૂલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.




