મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વૈશ્વિક તણાવ અને મોંઘવારી વચ્ચે એફએમસીજી કંપનીઓ ફરી કરશે ભાવવધારો

વૈશ્વિક ભૌગોલિક તણાવ અને કાચા માલના ઊંચા ભાવને કારણે દેશની એફએમસીજી કંપનીઓ સપ્ટેમ્બર

તસવીર: gstv

વૈશ્વિક ભૌગોલિક તણાવ અને કાચા માલના ઊંચા ભાવને કારણે દેશની એફએમસીજી કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફરી ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. અગાઉ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીઓએ એવરેજ બેથી પાંચ ટકા સુધીનો વધારો કર્યો હતો.હવે સીધા ભાવવધારો કરવાના બદલે કંપનીઓ 'શ્રીન્કફ્લેશન'નો સહારો લઈ રહી છે. જેમાં પેકેટની કિંમત પાંચ કે દસ રૂપિયા સમાન રાખીને અંદરની વસ્તુનું પ્રમાણ ઘટાડવામાં આવશે. બિસ્કિટ, સાબુ, પર્સનલ કેર અને પેકેજ્ડ ફૂડ જેવી રોજિંદી વસ્તુઓમાં આ ફેરફાર જોવા મળશે.આ નિર્ણવથી ગ્રાહકોના ઘરખર્ચ પર સીધી અસર પડશે. જો કે, પ્રીમિયમ પ્રોડક્ટ્સની સતત વધતી માંગ અને મજબૂત બજાર સ્થિતિને કારણે કંપનીઓ માર્જિન જાળવી રાખવા માટે આ પગલાં ભરી રહી છે, જેની નજર હવે ક્રૂડ ઓઈલના ભાવ અને ચોમાસા પર છે.

આ સમાચાર શેર કરો