VIDEO: લખનઉમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વિભૂતિ ખંડ વિસ્તારમાં આવેલી રેવ હાઉસ કોમર્શિયલ બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વિભૂતિ ખંડ વિસ્તારમાં આવેલી રેવ હાઉસ કોમર્શિયલ બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર કર્મચારીઓએ આગને વધુ ફેલાતી અટકાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. હાલ આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




