મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ‘મુસ્લિમોને બાંગ્લાદેશ મોકલવાનો ડર ખોટો સાબિત થયો’, સુવેન્દુ અધિકારીનું સનસનાટીભર્યું નિવેદન!

પશ્ચિમ બંગાળની રેજિનાગર વિધાનસભા પેટાચૂંટણીના માહોલ વચ્ચે લઘ

તસવીર: gstv

પશ્ચિમ બંગાળની રેજિનાગર વિધાનસભા પેટાચૂંટણીના માહોલ વચ્ચે લઘુમતી મતો અને સરકારી યોજનાઓના પ્રભાવ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. વિપક્ષી પક્ષો પર આકરા પ્રહારો કરતાં જણાવવામાં આવ્યું છે કે બંગાળી મુસ્લિમોમાં ભાજપ અંગે ફેલાવવામાં આવેલી ગેરસમજ અને ભય હવે સંપૂર્ણપણે દૂર થઈ ચૂક્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, "આ કોઈ નવો ટ્રેન્ડ નથી, જૂનો સિલસિલો છે. અગાઉ બંગાળી બોલતા મુસ્લિમોને એવું કહીને ડરાવવામાં આવતું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો તમામને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે અને કોઈપણ સરકારી યોજનાનો લાભ મળશે નહીં. પરંતુ વાસ્તવિકતામાં એ તમામ દાવા ખોટા સાબિત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર ભેદભાવ વગર દરેક નાગરિકના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે અને રાષ્ટ્રવાદ તથા 'વંદે માતરમ્'ની ભાવનાને મુખ્ય પ્રવાહમાં લાવી છે."

સરકારી યોજનાઓના ચોક્કસ આંકડા રજૂ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, અન્નપૂર્ણા યોજના હેઠળ રેજિનાગરમાં 70,000 મહિલાઓને લાભ મળ્યો છે, જેમાં 35,000 મહિલાઓ મુસ્લિમ લઘુમતી સમુદાયની છે. વૃદ્ધાવસ્થા અને વિધવા પેન્શનમાં ₹500નો વધારાનો લાભ મેળવનાર 84 લાખ લાભાર્થીઓમાંથી 22 લાખ મુસ્લિમો છે.  રાજ્યના કુલ 1.58 કરોડ લાભાર્થીઓમાંથી 24 લાખ મુસ્લિમ મહિલાઓ આ યોજના સાથે જોડાયેલી છે.

મમતા બેનર્જી, ડાબેરી પક્ષો (CPM) અને સમગ્ર વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે વિપક્ષે માત્ર ભ્રમ અને ડરનું વાતાવરણ ઊભું કર્યું હતું. જોકે, યોજનાઓનો સીધો લાભ મળતાં સામાન્ય લોકોનો અનુભવ બદલાયો છે. આગામી ચૂંટણીઓમાં બંગાળી બોલતા મુસ્લિમ મતદારોનો મોટો વર્ગ રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીની તરફેણમાં મતદાન કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો