VIDEO: ભાવનગરમાં નકલી દારૂ અમદાવાદ ગ્રામ્યમાંથી આવ્યો હોવાની આશંકા, પોલીસે કોમ્બિંગ દરમિયાન 177થી વધુ કેસ નોંધ્યા
ભાવનગર નકલી દારૂકાંડમાં મોતનો આંકડો વધતા અમદાવાદ રૂરલ પોલીસ એક્શનમાં આવી છે. તપાસ દરમ

ભાવનગર નકલી દારૂકાંડમાં મોતનો આંકડો વધતા અમદાવાદ રૂરલ પોલીસ એક્શનમાં આવી છે. તપાસ દરમિયાન નકલી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના રૂટથી ભાવનગર પહોંચ્યો હોવાની શંકા છે. આ જથ્થો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાં પહોંચ્યો હોવાની આશંકાના પગલે પોલીસે કડક પગલાં લીધા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામ સરપંચો સાથે ખાસ બેઠક યોજી હતી. બેઠકમાં કોઈ પણ નાગરિક દારૂ ન પીવે તેવી અપીલ કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે પોલીસે મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસે દારૂના 177થી વધુ કેસ નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.




