મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કન્ફેશન એ NSA હેઠળ નિવારક અટકાયતનો એકમાત્ર આધાર ન બની શકે: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, યુપી સરકાર પર 10 લાખનો દંડ

સુપ્ર

તસવીર: gstv

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કન્ફેશનએ નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ નિવારક અટકાયત માટેનો એકમાત્ર આધાર બની શકે નહીં. કોર્ટે સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની અટકાયત રદ કરીને ઉત્તર પ્રદેશ સરકાર પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે જણાવ્યું કે સક્ષમ અધિકારીએ અટકાયતનો આદેશ આપતા પહેલા અન્ય સંજોગોને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. સંભલ હિંસા કેસમાં અટકાયતના આદેશમાં આ નિયમનું પાલન ન થતાં કોર્ટે સત્તાના દુરુપયોગ બદલ આ આદેશ રદ કર્યો છે.

આ સમાચાર શેર કરો