VIDEO: દાહોદના સિગવડમાં ભારે વરસાદથી કબૂતરી નદી બે કાંઠે વહી, રણધીકપુર માર્ગ બંધ
દાહોદ જિલ્લાના સિગવડ વિસ્તારમાં સારો વરસાદ વરસતા કબૂતર

દાહોદ જિલ્લાના સિગવડ વિસ્તારમાં સારો વરસાદ વરસતા કબૂતરી નદી બે કાંઠે વહી રહી છે. નદીના પાણી પુલ ઉપર ફરી વળતા રણધીકપુર જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને લોકોને નદી કિનારે કે પુલ નજીક ન જવા ખાસ અપીલ કરી છે. નાગરિકો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા તમામ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.




