મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને 47 વર્ષે મુસ્લિમ દેશને આપી મોટી ભેટ, આતંકવાદની બ્લેક લિસ્ટમાંથી કર્યું બહાર

અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સીરિયાને આત

તસવીર: gstv

અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સીરિયાને આતંકવાદને પ્રાયોજિત કરનારા દેશોની યાદી (State Sponsor of Terrorism) માંથી ઔપચારિક રીતે હટાવી દીધું છે. અમેરિકાના આ ઐતિહાસિક નિર્ણયથી સીરિયા પર દાયકાઓથી લાદવામાં આવેલા કડક આર્થિક અને વ્યાપારી પ્રતિબંધોમાંથી મુક્તિ મળવાનો રસ્તો સાફ થયો છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા સીરિયાને સૈન્ય મદદ આપવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ નિર્ણયને સીરિયાના નાગરિકોના સારા ભવિષ્ય અને આર્થિક પ્રગતિ માટેનું એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાવ્યું છે.

HTS પરથી પણ આતંકી સંગઠનનો ટેગ હટાવાયો

અમેરિકાએ આ નિર્ણય સાથે અલ-શરાના સંગઠન હયાત તહરીર અલ-શામ (HTS) ને પણ ગ્લોબલ ટેરરિસ્ટની સૂચિમાંથી મુક્ત કરી દીધું છે. આ નિર્ણયનો સીધો ફાયદો સીરિયાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ અહમદ અલ-શરાને મળશે. શરા અગાઉ HTS ના વડા હતા અને તેમનું જૂનું નામ અબુ મોહમ્મદ અલ-જોલાની હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અહમદ અલ-શરા પ્રત્યે હકારાત્મક વલણ દાખવતાં તેમને અત્યંત પ્રતિષ્ઠિત અને મજબૂત નેતા ગણાવ્યા હતા. બંને નેતાઓ વચ્ચે અગાઉ મુલાકાત પણ થઈ ચૂકી છે.

આ સમાચાર શેર કરો