મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઘઉંની ખરીદી કરતા વિતરણનો ખર્ચ વધારે થયો, વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાએ ઉઠાવ્યા સવાલ

રાજ્યની ઘઉં વિતરણ વ્યવસ્થામાં ઘાટ કરતા ઘડામણ મોંઘુ હોવાનો ઘાટ સર્જાયો છે, તેવો આક્ષેપ વિધાનસભા

રાજ્યની ઘઉં વિતરણ વ્યવસ્થામાં ઘાટ કરતા ઘડામણ મોંઘુ હોવાનો ઘાટ સર્જાયો છે, તેવો આક્ષેપ વિધાનસભામાં આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે અન્ન સલામતી યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં સરકારએ ઘઉં ખરીદી માટે માત્ર 5 કરોડ ખર્ચ્યા, જ્યારે સંગ્રહ અને પરિવહન માટે 100 કરોડ અને વિતરણ માટે 7 કરોડ ખર્ચાયા. એટલે ખરીદી કરતા વિતરણનો ખર્ચ ઘણો વધારે રહ્યો છે. ઈટાલિયાએ કટાક્ષ કરતા કહ્યું કે આ આંકડાઓ ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. તેમણે સૂચન કર્યું કે સરકાર સીધા જ લોકોને રોકડા રૂપિયા આપે તો વધુ અસરકારક રહેશે.

આ સમાચાર શેર કરો