VIDEO: રાજકોટ મનપાની સામાન્ય સભામાં અનેક મુદ્દાઓ પર ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળશે જેમાં અનેક મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચ

રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળશે જેમાં અનેક મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચાના કેન્દ્રમાં રહેવાની છે. સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચનો મુદ્દો આ બેઠકમાં ગુંજશે. કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ રેટ કોન્ટ્રાક્ટ, ડિમોલિશન ખર્ચ અને બાકી ચુકવણાં અંગે સવાલો ઉઠાવ્યા છે. જ્યારે ભાજપના કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણે વર્ષ 2017થી 2026 સુધીના બાકી બિલો તેમજ પ્રિ-મોન્સૂન કામગીરી અંગે જવાબ માંગ્યા છે. જનરલ બોર્ડમાં કુલ 63 પ્રશ્નો પર ચર્ચા થવાની છે. સમય મર્યાદા ન હોવાથી બેઠક સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે. નોંધનીય છે કે ગત જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરોએ પણ અધિકારીઓને આકરા સવાલો કરીને ચર્ચા ગરમાવી હતી....



