VIDEO: પ્રદૂષણ સામે ધોળકાના ખેડૂતો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરશે
ધોળકા તાલુકામાં કેમિકલયુક્ત દૂષિત પાણી અને પ્રદૂષણના મુદ્દે પાંચ ગામના ખેડૂતો છેલ્લા ૧

ધોળકા તાલુકામાં કેમિકલયુક્ત દૂષિત પાણી અને પ્રદૂષણના મુદ્દે પાંચ ગામના ખેડૂતો છેલ્લા ૧૨ દિવસથી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. જમીનો બંજર બનવા અને ગંભીર બીમારીઓ ફેલાવા સામે મહિલાઓ રક્ષાબંધન અને રાધણ છઠ જેવા પવિત્ર તહેવારોમાં પણ મંડપ નીચે બેસવા મજબૂર બની હતી, છતાં સ્થાનિક ધારાસભ્યએ ખબર-અંતર ન પૂછતા ભારે રોષ ફેલાયો છે. ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાન શૈલેષ મેરે જાહેરાત કરી છે કે આગામી ૯ તારીખે વિધાનસભા સત્ર શરૂ થશે ત્યારે ૨,૦૦૦થી વધુ ખેડૂતો ગાંધીનગર પહોંચીને વિધાનસભાનો ઘેરાવ કરશે. યુવરાજસિંહ જાડેજાએ પણ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સામે ધરણા કરવાનું આહવાન કર્યું છે.




