VIDEO : અંબાજી મંદિરમાં ઐતિહાસિક શરૂઆત, હવે ભક્તો પણ લાઈવ જોઈ શકશે ભંડારની ગણતરી!
અંબાજી મંદિરમાં દર મંગળવારે થતી ભંડાર ગણતરીની કામગીરીમાં વધુ પારદર્શિત

અંબાજી મંદિરમાં દર મંગળવારે થતી ભંડાર ગણતરીની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવા માટે આજથી તેનું લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં લગાવેલી મોટી એલઈડી સ્ક્રીન પર હવે ભક્તો પણ આ ગણતરી લાઈવ જોઈ શકશે.આ સમગ્ર પ્રક્રિયાને આટોપવા માટે ભંડાર કક્ષમાં 20 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જે દરેક ખૂણાને ચોકસાઈથી કવર કરે છે. સુરક્ષાના ભાગરૂપે એસઆરપીના જવાનો દ્વારા ભંડાર કક્ષમાં અવરજવર કરતા તમામ કર્મચારીઓનું ચુસ્ત ઇન-આઉટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


