VIDEO: પુરીમાં રથયાત્રાના અગિયારમા દિવસે ભગવાન જગન્નાથના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
ઓરિસ્સાના પવિત્ર ધામ પુરીમાં રથયાત્રાના અગિયારમા દિવસે ભગવાન જગન

ઓરિસ્સાના પવિત્ર ધામ પુરીમાં રથયાત્રાના અગિયારમા દિવસે ભગવાન જગન્નાહ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના દિવ્ય દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. રથયાત્રાના આ વિશેષ અવસરે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી આવેલા ભક્તોએ મહાપ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર અને આસપાસના માર્ગો જગન્નાથ હી નાથ હમારાના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. સુરક્ષા અને વ્યવસ્થા માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી તમામ શ્રદ્ધાળુઓ સુગમતાથી દર્શન કરી શકે.




