VIDEO: અમદાવાદ જિલ્લા પંચાયતમાં રૂ.10 કરોડના વિકાસ કામોને મંજૂરી
અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે રૂ.10 કરોડ

અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે રૂ.10 કરોડના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં રોડ, ડ્રેનેજ, આરોગ્ય અને શિક્ષણ સહિતના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. નાણાપંચની ગ્રાન્ટમાંથી થનારા આ કામોની યાદી 20 દિવસમાં રજૂ કરી નવરાત્રી અને દિવાળી પહેલા કામગીરી શરૂ કરવાની તૈયારી છે. પેવર બ્લોક સહિતના કામોમાં ગેરરીતિની ફરિયાદોને પગલે ગુણવત્તા ચકાસણી માટે નવી સિસ્ટમ ઉભી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. વિકાસ કામોમાં બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી જિલ્લા પંચાયતે દર્શાવી છે.




