VIDEO: કીમ નદીના પૂરે બોલાવી તારાજી: ગીજરમ ગામમાં ખેતીનો પાક જમીનદોસ્ત!
સુરત જિલ્લામાં તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર વ્યાપક

સુરત જિલ્લામાં તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર વ્યાપક નુકસાન સર્જાયું છે, જેમાં માંગરોળ તાલુકાના ખેડૂતોને સૌથી વધુ ફટકો પડ્યો છે. કીમ નદીમાં આવેલા ભયાનક પૂરે માંગરોળના ગીજરમ ગામ સહિતના આસપાસના સીમ વિસ્તારમાં ભારે તારાજી સર્જીને ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરી દીધા છે. ખેતરોમાં કીમ નદીના પૂરના પાણી ફરી વળવાના કારણે કપાસ, શાકભાજી અને ખાસ કરીને કેળાંનો ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. મોંઘા બિયારણ, ખાતર અને મહેનત પાણીમાં જતાં જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને ચિંતાના વાદળો ઘેરાયા છે. કળ વળવી મુશ્કેલ બનતાં સ્થાનિક ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર ત્વરિત નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી રહી છે.




