મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર, 51 હોટસ્પોટ જાહેર

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસ વધતા એએમસી દ્વારા 51 વિસ્તારોને ડેન્ગ્યુ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. છેલ

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસ વધતા એએમસી દ્વારા 51 વિસ્તારોને ડેન્ગ્યુ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા છ મહિનામાં 374 કેસ નોંધાયા છે, જ્યારે ચાલુ સપ્ટેમ્બર મહિનામાં જ 150થી વધુ કેસ સામે આવ્યા છે. થલતેજ, બોડકદેવ, ગોતા, લાંભા અને વટવા સહિતના વિસ્તારોને હાઈ રિસ્કમાં મુકવામાં આવ્યા છે. ગોતા-વસંતનગરમાં 52 અને રામોલમાં 51 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અમરાઈવાડી અને ભાઈપુરા વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફોગિંગ અને દવાનો છંટકાવ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો