VIDEO: આસામ વિધાનસભા બહાર પોસ્ટર અને કાળા કપડા સાથે પ્રદર્શન
આસામ વિધાનસભા બહાર અહીંના સ્થાનિક પક્ષ રાઈજોર દલ'ના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓએ ઉગ્ર

આસામ વિધાનસભા બહાર અહીંના સ્થાનિક પક્ષ રાઈજોર દલ'ના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓએ ઉગ્ર પ્રદર્શન કર્યુ હતું.. અખિલ ગોગોઈની આગેવાનીમાં કાળી પટ્ટી અને કાળા કપડા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આસામ સરકારની નીતિઓ અને માનવાધિકાર કાર્યકરોની ધરપકડના વિરોધમાં આ પ્રદર્શન થયા હતા. હાલમાં જ સ્થાનિક આદિવાસી નેતાઓ પ્રણવ ડોલે અને આદિત્ય રાભાની આસામ પોલીસે ધરપકડ કરી છે...બંને માનવાધિકાર કાર્યકરો આસામના આદિવાસીઓની જમીનો મોટા કોર્પોરેટ ગૃહોને સોંપવાની સરકારની યોજનાનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ પક્ષોનો આરોપ છે કે સરકાર અદાણી અને અંબાણી અને બાબા રામદેવ તેમજ ટાટા ગ્રુપને આદિવાસીઓની કિંમતી જમીનો સોંપવા જઈ રહી છે, જે સ્થાનિક વસ્તી અને પર્યાવરણ માટે નુકસાનકારક છે.




