VIDEO: કર્ણાટકમાં તુલુ ભાષાને બીજી વહીવટી ભાષાનો દરજ્જો આપવાની જાહેરાત
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ઉડુપી અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં તુલુ ભાષાને રા

કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ઉડુપી અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં તુલુ ભાષાને રાજ્યની બીજી વધારાની વહીવટી ભાષા બનાવવાની જાહેરાત કરી છે. મેંગલુરુમાં મળેલી કેબિનેટ બેઠક બાદ તેમણે મલનાડ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસનને વેગ આપવા નવી પ્રવાસન નીતિની પણ જાહેરાત કરી હતી.આ નીતિ હેઠળ પ્રવાસન પ્રોજેક્ટ્સને માળખાગત સુવિધાના પ્રોજેક્ટ્સ ગણીને વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવશે અને રોકાણકારોને લોન ચૂકવણી માટે વધારાનો સમય અપાશે. સરકારના આ નિર્ણયથી પ્રાદેશિક ભાષાના વિકાસની સાથે આર્થિક ગતિવિધિઓને પણ મોટું પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.




