મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વટવામાં જમીનમાંથી મહિલા કંકાલના અવશેષો મળવાનો મામલો, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે ધોળકા પહોંચી

અમદાવાદના વટવા વિસ્તારમાં 'ભૂતિયા બંગલા' તરીકે ઓળખાતા મકાનમાંથી 20 ફૂટ ઊંડા ખાડામાંથી મળી આવે

અમદાવાદના વટવા વિસ્તારમાં 'ભૂતિયા બંગલા' તરીકે ઓળખાતા મકાનમાંથી 20 ફૂટ ઊંડા ખાડામાંથી મળી આવેલા માનવ કંકાલના મામલે તપાસના ધમધમાટ ચાલુ છે. આ અવશેષો 34 વર્ષ પહેલાં ગુમ થયેલી ધોળકાની ફરજાના નામની યુવતીના હોવાની શંકાના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધોળકા પહોંચી હતી. જ્યાં મૃતક યુવતી ફરજાનાના ભાઈ લિયાકતઅલી રાધનપુરીના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લીધા છે.

વૈજ્ઞાનિક પદ્ધતિથી આ અવશેષોની ઓળખ કરવા માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવશે, જેથી આ કંકાલ ફરજાનાનું છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે. દાયકાઓ જૂના આ રહસ્યમય કેસમાં હવે કાયદાકીય તપાસનો ગાળિયો ધોળકા સુધી લંબાયો છે.

આ સમાચાર શેર કરો