મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોર્ટે આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું

જમ્મુની વિશેષ અદાલતે લશ્કર-એ-તૈયબાના સરગના હાફિઝ સઈદ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યુ

તસવીર: gstv

જમ્મુની વિશેષ અદાલતે લશ્કર-એ-તૈયબાના સરગના હાફિઝ સઈદ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર સઈદ હાલ પાકિસ્તાનમાં રહીને કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદીઓને હથિયારો, ફંડ અને સૂચનાઓ પૂરી પાડી રહ્યો છે. શ્રીનગરમાંથી મોહમ્મદ નકીબ ભટની ધરપકડ બાદ શરૂ થયેલી આતંકી નેટવર્કની તપાસમાં હાફિઝ સઈદની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. પકડાયેલા આતંકવાદીઓ અને પાકિસ્તાની નાગરિકો તેના સીધા સંપર્કમાં હોવાનું સ્પષ્ટ થતાં, અદાલતે બે મહિનામાં બીજી વખત તેની વિરુદ્ધ આ કડક કાર્યવાહી કરી છે.

આ સમાચાર શેર કરો