સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ આસિસ્ટન્ટની કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો વિરોધ, ઉમેદવારોમાં ભારે રોષ
રાજ્યની સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ વક
રાજ્યની સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ વકર્યો છે. સરકાર દ્વારા આ જગ્યાઓ પર કાયમી ભરતી કરવાને બદલે 11 મહિનાના કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવતા ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સ્પોર્ટ્સ ક્ષેત્રે પીએચડી (PhD), નેટ (NET) અને સ્લેટ (SLET) જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોનું કહેવું છે કે, વર્ષોની મહેનત બાદ મેળવેલી આ ડિગ્રીઓ છતાં સરકાર તેમને કોન્ટ્રાક્ટ પર રાખવા માંગે છે જે અન્યાયી છે. ઉમેદવારોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "જ્યાં અમારું ભવિષ્ય સુરક્ષિત ન હોય ત્યાં વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે ન્યાય આપી શકાય?
આ મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. યુથ કોંગ્રેસ દ્વારા આ મામલે મધ્યસ્થી કરવામાં આવી છે. યુથ કોંગ્રેસના પ્રતિનિધિઓએ રાજ્યપાલ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે કે આ નિર્ણય તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.




