VIDEO: સુરેન્દ્રનગર મનપાની જર્જરિત બિલ્ડીંગમાં લીકેજ છતાં કરોડોના ખર્ચે નવા માળનું નિર્માણ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બીજા માળની છતમાંથી વરસાદનું પાણી લીક થતાં ઓફિસોમાં ડોલ મૂકવાની નોબત આવી છે. આ ગંભીર લીકેજનું પાણી પ્રથમ માળ અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી છે..અને દિવાલોમાં ભેજ અને તિરાડો પડવા લાગી છે. આમ છતાં, મનપા દ્વારા હાલની બિલ્ડીંગ પર વધુ બે માળ બનાવવાની રૂપિયા 3 કરોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. એન્જિનિયરો પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરાવ્યા વિના આગળનું બાંધકામ ચાલુ રાખવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત થવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે.




