VIDEO: અમદાવાદમાં ટ્રક રોકવા માટે કોન્સ્ટેબલે ચાલુ વાહને પથ્થર માર્યોનો આરોપ
અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસની જોહુકમીનો એક ચોંકાવનારો કિસ્સો સામે

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસની જોહુકમીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નો એન્ટ્રીમાં ટ્રક ઘૂસતા તેને રોકવા માટે ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલે હદ પાર કરી દીધી... ટ્રકચાલકે વાહન ન રોકતા રોષે ભરાયેલા કોન્સ્ટેબલે હાથમાં ઈંટ લઈને ટ્રક પર પથ્થર માર્યો..…આ જોખમી ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જો પથ્થર ટ્રકના કાચની આરપાર નીકળી જાત તો બાજુમાંથી પસાર થતા કોઈ નિર્દોષ ટુ-વ્હીલર ચાલકનો ભોગ પણ લેવાઈ શકતો હતો. ચર્ચા છે કે આ કરતૂત કરનાર પોલીસકર્મી આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ છે. હાલ પોલીસે ટ્રકચાલકને પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




