મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, અમિત ચાવડાએ ભાજપ પર કર્યા પ્રહાર

અમદાવાદના પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની

તસવીર: gstv

અમદાવાદના પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ભવનના પટાંગણમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમિત ચાવડાએ વીર સાવરકર કોમ્પ્લેક્સના મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, દેશની આઝાદીમાં યોગદાન ન આપનારા લોકોના નામની વાહવાહી કરવામાં આવી રહી છે. કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેના ઉત્તરાખંડ કાર્યક્રમ બાદ થયેલા સ્ટેજ શુદ્ધિકરણના મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો હતો.

આ સમાચાર શેર કરો