મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંજલપુર પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ કર્યું મતદાન, જીતનો વિશ્વાસ વ્યક્ત

વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન કોંગ

તસવીર: gstv

વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભવન્સ સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તંત્રની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક મતદાન મથકો પર મતદારોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક હોવી જોઈએ. ભીખાભાઈ રબારીએ દાવો કર્યો કે માંજલપુરમાં પરિવર્તનનો માહોલ છે અને મતદારો કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે. તેમણે પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ વધુમાં વધુ મતદારોને મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો