મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratના દરેક ખેડૂત પર સરેરાશ રુ.1,55,000નું દેવુ, કોંગ્રેસનો દાવો

ગુજરાતના ખેડૂતોની કફોડી સ્થિતિને લઈને કોંગ્રેસ પક્ષે ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસનો

ગુજરાતના ખેડૂતોની કફોડી સ્થિતિને લઈને કોંગ્રેસ પક્ષે ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ સરકારની ખોટી નીતિઓને કારણે  ખેતીના ખર્ચમાં સતત તોતિંગ વધારો થઈ રહ્યો છે જેનાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. 

ગુજરાત સરકારે 1-04-2025થી 3-12-2025 દરમિયાન કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારને રજૂ જ કરી નથી. ગુજરાતના દરેક ખેડૂત પર સરેરાશ રુ. 1,55,000નું દેવુ હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં પાક વીમા યોજના લાગુ છે, પરંતુ ગુજરાતમાં ભાજપ સરકાર હોવા છતાં ખેડૂતો આ સુરક્ષા કવચથી વંચિત છે. ઉપરાંત પાક વીમા યોજના બંધ હોવાને કારણે એક પણ ખેડૂતને વીમાનું વળતર મળી શક્યું નથી. કોંગ્રેસે વધુમાં કહ્યું કે, જો વીમો હોત તો કુદરતી આફત સમયે ખેડૂતોને આર્થિક ટેકો મળત અને ખેડૂતોને આત્મહત્યા કરવા જેવી નોબત ન આવત.  દિવાળી અને બેસતા વર્ષના સમયે સતત પડેલા વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં તૈયાર પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. રાજ્ય સરકારનું રાહત પેકેજ અપર્યાપ્ત, શરતોવાળું અને ખેડૂતોની મશ્કરી સમાન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

ખેડૂતોના હિતમાં કોંગ્રેસે કેટલીક માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે

PM ફસલ બીમા યોજના: રાજ્યમાં આ યોજના તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવે.
અસરગ્રસ્ત ખેડૂતોને કેન્દ્રીય સ્તરેથી વધારાનું વળતર અને સહાય પૂરી પાડવામાં આવે
ખેડૂતોએ કરેલા ખર્ચ અને થયેલા નુકસાનની સામે યોગ્ય વળતર આપી આત્મહત્યાઓ અટકાવવામાં આવે

આ સમાચાર શેર કરો