મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાયપુરમાં ભાજપ-પોલીસ વચ્ચે ઘર્ષણ

છત્તીસગઢના રાયપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ

તસવીર: gstv

છત્તીસગઢના રાયપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરો અને સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો વચ્ચે તીખી બોલાચાલી બાદ ઘર્ષણ સર્જાયું હતું. કાર્યકરો બેરિકેટ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પરિસ્થિતિ વધુ વણસી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. ભાજપે રાજ્ય સરકારની નીતિઓ અને વિવિધ મુદ્દાઓ અંગે કોંગ્રેસ વિરુદ્ધ જોરદાર સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

આ સમાચાર શેર કરો