VIDEO: માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હોબાળો
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ભાજપ યુવા મોરચા અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતા તંગદિલીનો માહોલ સર્જ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ભાજપ યુવા મોરચા અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. માંજલપુર પોલીસ સ્ટેશન બહાર બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટ્ટા હાથની મારામારીના દૃશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બંને પક્ષના કાર્યકરોને અલગ કરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે વીડિયો અને પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


