મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના વધુ 4 દિવસના રિમાન્ડ

અમદાવાદ ફાયર NOC માટે લાંચ માંગવાના કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર

તસવીર: gstv

અમદાવાદ ફાયર NOC માટે લાંચ માંગવાના કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમિયાન ડોંગરેના વતન ભોપાલ ખાતે આવેલા બેન્ક લોકરની સર્ચ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે આરોપી અમિત ડોંગરેને પોલીસ ભોપાલ લઈ જશે. લાંચ કેસમાં વચેટિયા તરીકે ઝડપાયેલા ભાવસિંહ ઝાલાને વધુ રિમાન્ડ ન મળતાં સાબરમતી જેલ ખાતે મોકલી દેવાયો છે. હવે ભોપાલમાં બેન્ક લોકરની તપાસ દરમિયાન શું બહાર આવે છે તેના પર તપાસ એજન્સીની નજર રહેશે.

આ સમાચાર શેર કરો