VIDEO: છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ભર ચોમાસે પાણીનો પ્રવાહ ઘટતા ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ
છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી મહત્વની ઓરસંગ નદીમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી મહત્વની ઓરસંગ નદીમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે ભર ચોમાસે પાણીનો પ્રવાહ ઘટી ગયો છે અને નદી સુકાવા લાગી છે. આ નદી છોટાઉદેપુર, પાવી જેતપુર, બોડેલી અને સંખેડા તાલુકામાંથી વહીને નર્મદામાં ભળે છે, જેના કાંઠે આશરે ૨૦૦ ગામો આવેલા છે. પાણી ઘટવાને કારણે નદી કાંઠાના ગામોમાં સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાવાની પૂરી શક્યતા છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા નર્મદા નહેરમાંથી ઓરસંગ નદીમાં પાણી છોડવામાં આવે તેમજ ભવિષ્ય માટે કાયમી ઉકેલ રૂપે વધુ ચેકડેમ અને જળસંચયના કાર્યો ઝડપથી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.


