VIDEO: ચાંદખેડા પોલીસે કમ્પ્યુટર અને LED TV ચોરીના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત બે આરોપીઓને ઝડપ્યા
અમદાવાદના ચાંદખેડા પોલીસે કન્સ્ટ

અમદાવાદના ચાંદખેડા પોલીસે કન્સ્ટ્રક્શન સાઈટની ઓફિસમાંથી કમ્પ્યુટર અને એલઇડી ટીવી ચોરી કરનાર ઇસમોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની કડક કાર્યવાહીના પગલે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી અજય સોલંકી (બાવરી) સરદારનગર વિસ્તારનો રહેવાસી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી લેનોવોના બે ઇન-બિલ્ટ કમ્પ્યુટર, એપલનું ઇન-બિલ્ટ કમ્પ્યુટર અને એલઇડી ટીવી સહિત કુલ રૂ. 1.37 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ચોરીની આ ઘટના દરમિયાન આરોપીઓ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ કેદ થઈ ગયા હતા, જેમના દ્વારા પોલીસ કે કાયદાના ડર વિના આરામથી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ખાનગી બાતમીના આધારે અશોક વિહાર સર્કલ પાસેથી સર્વેલન્સ સ્ક્વોડે આ સફળતા મેળવી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે.




