VIDEO: ચાંદીપુરા વાયરસનું જોખમ: IMA ગુજરાતની વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવા અપીલ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા જોખમ વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા જોખમ વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વાલીઓને બાળકોના આરોગ્ય પ્રત્યે વધુ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સેન્ડફ્લાયના કરડવાથી ફેલાતો આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગંભીર રીતે અસર કરે છે. આ ચેપ લાગવાથી ૩ થી ૫ દિવસમાં તાવ, ઊલટી, આંચકી, બેભાન થવું અને વધુ ઊંઘ આવવા જેવા લક્ષણો દેખાય છે. હાલમાં આ વાયરસ માટે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ ન હોવાથી વહેલી સારવાર અને સ્વચ્છતા જ એકમાત્ર બચાવ છે. વાલીઓએ ઘરની આસપાસ સફાઈ રાખવી, સેન્ડફ્લાયના પ્રજનન સ્થળો દૂર કરવા અને લક્ષણો દેખાતા જ વિલંબ વગર હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.




