VIDEO: મણિપુરમાં વસ્તી ગણતરી અને એનઆરસી વિવાદ વકર્યો: શૈક્ષણિક સંસ્થાઓ ત્રણ દિવસ માટે બંધ કરાઈ
મણિપુરમાં વસ્તી ગણતરી પહેલાં એનઆરસી લાગુ કરવાની માંગ સાથે વિરો

મણિપુરમાં વસ્તી ગણતરી પહેલાં એનઆરસી લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો તેજ બન્યા છે. આ વધતા તણાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક સંગઠનો દ્વારા બે દિવસીય બંધ અને સરકારી સંસ્થાઓના બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે. આગામી ૧ સપ્ટેમ્બરથી શરૂ થનાર વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે મણિપુરના પ્રતિનિધિમંડળે કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા દિલ્હી પ્રયાણ કર્યું છે.




