મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Video: નેશનલ ટૂર પર નીકળી ‘કલ્કી 2898’ની Bujji car, ટૂંક સમયમાં આવશે અમદાવાદ

'કલ્કી 2898 એડી'માં પ્રભાસ એટલે કે ભૈરવનો શાનદાર મિત્ર 'બુજ્જી' એક રોબોટિક કાર

'કલ્કી 2898 એડી'માં પ્રભાસ એટલે કે ભૈરવનો શાનદાર મિત્ર 'બુજ્જી' એક રોબોટિક કાર છે. પ્રભાસે પોતે બુજ્જી પર સવારી કરીને લોન્ચ ઈવેન્ટમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી દરેક જગ્યાએ 'બુજ્જી'ની ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં, બુજ્જી ચેન્નાઈ અને ત્યારબાદ મુંબઈના જૂહુ બીચના રસ્તાઓ પર ફરતી જોવી મળી હતી, જેનાથી ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બુજ્જી કાર સમગ્ર દેશમાં નેશનલ ટૂરની શરૂઆત કરી રહી છે, જેમાં ચેન્નાઈ અને મુંબઈ બાદ દિલ્હી દૂરનું આગળનું ડેસ્ટિનેશન છે. આ પછી તે બેંગલુરુ, પુણે, અમદાવાદ, ઈન્દોર, જયપુર, આગ્રા, કાનપુર, વિજાગ અને વિજયવાડા સહિતના ઘણા શહેરોમાં પણ જોવા મળશે.

આ સમાચાર શેર કરો