મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીમાં ઈમારત ધરાશાયી, કાટમાળમાં ઘણા વિદ્યાર્થીઓ ફસાયા

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં વરસાદ વચ્ચે એક ઈમારત અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિના મોતના અહેવ

તસવીર: gstv

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં વરસાદ વચ્ચે એક ઈમારત અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે, જ્યારે અન્ય લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં દિલ્હી CM રેખા ગુપ્તા ઘટનાસ્થળે પહોંચી હતી અને અધિકારીઓ સાથે રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. કાટમાળમાંથી છ લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. NDRF, દિલ્હી ફાયર સર્વિસ, પોલીસ, DDMA અને MCD સહિતની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. સરકાર દ્વારા અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ પહોંચાડવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાનો કાર્યક્રમ અટકાવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો