VIDEO: ભાભરના અસાણામાં વૃદ્ધની કરપીણ હત્યા: પંથકમાં ચકચાર
બનાસકાંઠાના ભાભર તાલુકાના અસાણા ગામે સામાન્ય બોલાચાલી લોહિયાળ ખેલમાં પરિણમી છે. અસાણા ગામે

બનાસકાંઠાના ભાભર તાલુકાના અસાણા ગામે સામાન્ય બોલાચાલી લોહિયાળ ખેલમાં પરિણમી છે. અસાણા ગામે કોઈ અજ્ઞાત કારણોસર થયેલી માથાકૂટ બાદ તખાજી સોનાજી ઠાકોર નામના વૃદ્ધ પર બોદા પદાર્થ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો છે. જોકે, હત્યા પાછળનું સાચું કારણ હજી અકબંધ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



