મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ચમોલીમાં તમક નાળાના ઉભરાતા પાણીથી બ્રિજ ક્ષતિગ્રસ્ત

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદના કારણે તમક નાળામાં અચાનક પાણીનું સ્તર ભયજનક રીતે વધી જ

તસવીર: gstv

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદના કારણે તમક નાળામાં અચાનક પાણીનું સ્તર ભયજનક રીતે વધી જતાં ત્યાં આવેલો પુલ ક્ષતિગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે નીતિ-મલારી માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને મલારીથી આગળનો સંપર્ક મુખ્ય માર્ગોથી તૂટી ગયો છે. આ માર્ગ ચીન સરહદ નજીક આવેલો હોવાથી વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બ્રિજને નુકસાન પહોંચતાં સરહદી વિસ્તારોમાં રહેતા ગ્રામજનો અને સુરક્ષા દળો માટે આવનજાવન મુશ્કેલ બની ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સરહદ માર્ગ સંગઠન અને સ્થાનિક પ્રશાસનની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત પુલના સમારકામ અને વૈકલ્પિક માર્ગ બનાવીને વાહનવ્યવહાર ઝડપથી પુનઃશરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો