મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લાંચિયા ACBના ડીકોય છટકામાં લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન આધાર સેન્ટર પર એસીબીએ સફળ ડીકોય છટકું ગોઠવ્યું હતું. આધાર કાર્ડમાં સુધારા-વધા

તસવીર: GSTV

ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન આધાર સેન્ટર પર એસીબીએ સફળ ડીકોય છટકું ગોઠવ્યું હતું. આધાર કાર્ડમાં સુધારા-વધારા કરવા માટે નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે બે થી ત્રણ હજાર રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી. એસીબીની બાતમીના આધારે સદ્દગુરુ ઓનલાઇન સર્વિસના સંચાલક અશ્વિન બાંભણિયા અને બીએમસીના આધાર ઓપરેટર વિજય ડાભી ત્રણ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબી પીઆઈ ટી.એસ. રીઝવી અને તેમની ટીમે લાંચની રકમ કબજે કરીને બંને આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો