મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોરડી રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ, 11 ગામના લોકો પરેશાન

દાહોદ નજીક બોરડી ખાતે આવેલા રેલવે અંડરબ્રિજમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્

તસવીર: gstv

દાહોદ નજીક બોરડી ખાતે આવેલા રેલવે અંડરબ્રિજમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે અને બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. છેલ્લા 16 કલાકથી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બોરડીથી કતવારા તરફ જતાં 11 ગામના લોકોને હવે આશરે 7 કિલોમીટરનો વધારાનો ચક્કર મારીને અવરજવર કરવી પડી રહી છે. દર ચોમાસે સર્જાતી આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.  

આ સમાચાર શેર કરો