VIDEO: નોઇડા ડીએમ ઓફિસને બોમ્બની ધમકી: પોલીસ અને બીડીએસની સઘન તપાસ
ઉત્તર પ્રદેશના નોઇડામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવા

ઉત્તર પ્રદેશના નોઇડામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા સઘન કરીને સમગ્ર પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને શ્વાન દળ ની ટીમોએ સ્થળ પર પહોંચીને ખૂણે-ખૂણાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ આ શંકાસ્પદ ઈમેલના સ્ત્રોત અને મોકલનાર આઈડીને ટ્રેસ કરવા માટે સાયબર સેલની પણ મદદ લઈ રહી છે. સરકારી કચેરીમાં બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ અને સુરક્ષા એલર્ટનો માહોલ સર્જાયો છે.




