મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પ્રધાનમંત્રી મોદીના ૨૫ વર્ષના જાહેર જીવન પર ભાજપનું સેવા સંકલ્પ અભિયાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ આગામી ૧૭

તસવીર: gstv

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ આગામી ૧૭ સપ્ટેમ્બરથી દેશભરમાં એક મહિના સુધી 'મોદી એટ ૨૫' અભિયાન શરૂ કરશે...નું ભવ્ય આયોજન કરવામાં આવશે. પીએમ મોદીના જન્મદિવસથી શરૂ થનાર આ 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ઉજ્જૈનના મહાકાલ સહિત દેશના મુખ્ય મહાનગરોમાં દીવડાઓ પ્રગટાવીને ઉજવણી કરાશે. આ અભિયાન દરમિયાન 'આશીર્વાદ કા દિયા', '૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત', 'નમો સેવા ગાથા' અને 'વડનગરથી વારાણસી' જેવા વિવિધ ૧૩ મુખ્ય કાર્યક્રમો દેશભરમાં યોજાશે. આ વિશેષ કાર્યક્રમો દ્વારા પીએમ મોદીના જનકલ્યાણકારી કાર્યો અને વિકાસના કાર્યોને જન-જન સુધી પહોંચાડવામાં આવશે. સાથે જ તમામ જિલ્લાઓમાં દર શુક્રવારે જન સંવાદની ગતિવિધિઓ યોજાશે અને વિકાસ પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવશે, તેમજ નર્મદા યોજનાથી પ્રભાવિત ક્ષેત્રોમાં પણ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો