મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભાજપે સરકાર તોડવા અમારા નેતાઓને 20થી 30 કરોડની ઓફર કરી: ઓમર અબ્દુલ્લા

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો કે, ભાજપ નેશનલ કોન્ફરન્

તસવીર: gstv

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો કે, ભાજપ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોને પક્ષ બદલવા માટે મનાવીને તેમની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. ઓમર અબ્દુલ્લાએ હઝરતબલમાં પાર્ટી કાર્યકર્તાઓના એક સંમેલનમાં કહ્યું, નેશનલ કોન્ફરન્સને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કહ્યું, આજે જ્યાં તમારી પૈસાની લાલચ ન ચાલી, તમારી મંત્રાલયની લાલચ ન ચાલી, ત્યાં તમે બંધ રૂમમાં મારા ધારાસભ્યોને કહી રહ્યા છો કે, અમારી સાથે આવો, તમે જ્યારે અમારી સાથે આવશો ત્યારે અમે તમને રિયાસત આપીશું. સુપ્રીમ કોર્ટના ભાજપના એક વકીલ, મારા જમ્મુના એક ધારાસભ્યને બંધ રૂમમાં કહે છે કે, અમે તમને એક મંત્રાલય અને રાજ્યનો દરજ્જો આપવા માટે ૨૦ થી ૩૦ કરોડ રૂપિયા આપીશું. અમારી સાથે આવો. એવું લાગે છે કે આ લોકોની ઈમાનદારી આટલી સસ્તી છે.  તેમને કહ્યું કે, અહીં સ્ટેજ પર એક પણ એવી વ્યક્તિ નહીં મળે જે ૨૦ કરોડ રૂપિયા કે ૧૦૦ કરોડ રૂપિયાS માટે પોતાનું ઈમાન વેચવા તૈયાર હોય.

આ સમાચાર શેર કરો