VIDEO: વિધાનસભામાં વંદે માતરમ અપમાન મામલે કોંગ્રેસ સામે ભાજપના પ્રહાર
ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા બેસી રહ

ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા બેસી રહેવાના વર્તનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે આ કૃત્યને ગંભીર, ગેરકાનૂની અને રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન ગણાવ્યું છે. તેમણે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પાસે સ્પષ્ટતા માંગી છે. સાથે જ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કાયદેસરની સમીક્ષા કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જો કોંગ્રેસના અન્ય સભ્યો આ બાબતે સહમત ન હોય, તો પાર્ટીએ ઇમરાન ખેડાવાલા સામે પગલાં ભરી રાજીનામું માંગવું જોઈએ તેવી પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે.




