VIDEO: ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે ભાજપના કોંગ્રેસ પર આકરા પ્રહાર
કમલમ ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વાઘ

કમલમ ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વાઘાણીએ આક્ષેપ કર્યો કે છેલ્લા 15 દિવસથી કોંગ્રેસ સંસદની કાર્યવાહી ખોરવવાનો પ્રયાસ કરી રહી છે અને દેશના યુવાનો કોંગ્રેસની મેલી મુરાદ સમજી ચૂક્યા છે. ઝારખંડમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કાંટાળી તાર, વોટર કેનન અને લાઠીચાર્જના ઉપયોગને તેમણે લોકશાહી અને માનવતાને શરમાવનારી ઘટના ગણાવી હતી. જંતરમંતર પર મોટી મોટી વાત કરનારા રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓના આંસુ કેમ દેખાતા નથી, તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.




