VIDEO: દિવાળી પૂર્વે સુરત કાપડ માર્કેટમાં છેતરપિંડીથી બચવા ફોસ્ટાએ વેપારીઓ માટે જારી કરી ખાસ વિગતો
દિવાળીની ખરીદી અને વેપારની પીક સીઝન વચ્ચે સુરતના કાપડ માર

દિવાળીની ખરીદી અને વેપારની પીક સીઝન વચ્ચે સુરતના કાપડ માર્કેટમાં છેતરપિંડી અટકાવવા 'ફોસ્ટા' દ્વારા વેપારીઓને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. ફોસ્ટા પ્રમુખ હંસરાજ જૈન અને મહામંત્રી દિનેશ કટારિયાએ નવા લોકો સાથે વ્યાપાર શરૂ કરતી વખતે માત્ર મૌખિક સંદર્ભ પર નિર્ભર ન રહેતા સ્થળ પર જઈને ફિઝિકલ વેરિફિકેશન કરવા ભાર મૂક્યો છે. છેતરપિંડીથી બચવા વેપારીઓને 'FOSTTA FORUM' એપ્લિકેશનની 'રેફરન્સ સિસ્ટમ'માં સંબંધિત વેપારીનો જીએસટી કે મોબાઈલ નંબર દાખલ કરી અગાઉની ફરિયાદો તપાસી લેવા સલાહ આપવામાં આવી છે.




