VIDEO: અમરેલી-લાઠી હાઇવેની અત્યંત ખરાબ હાલત: વાહનચાલકોમાં ભારે રોષ અને ફોર-લાઈન બનાવવાની માંગ
અમરેલીથી લાઠીને જોડતો મહત્વપૂર્ણ હાઇવે હાલમાં

અમરેલીથી લાઠીને જોડતો મહત્વપૂર્ણ હાઇવે હાલમાં અત્યંત ખખડધજ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે વાહનચાલકો અને મુસાફરો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ રોડ ભાવનગર અને અમદાવાદને પણ જોડતો મુખ્ય માર્ગ છે, પરંતુ લાંબા સમયથી નવો ન બનવાને કારણે તેની સ્થિતિ દયનીય બની ગઈ છે. ખાસ કરીને લાઠી અને વરસડા નજીક રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે. સંકડા અને ક્ષતિગ્રસ્ત રસ્તાના કારણે આ હાઇવે પર અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા આ માર્ગને તાત્કાલિક ધોરણે ફોર-લાઈન બનાવવા અથવા નવો બનાવવા માટે પ્રબળ માંગ ઉઠી છે. આશ્ચર્યની વાત એ છે કે ગાંધીનગર આવન-જાવન માટે આ જ માર્ગ પરથી અવારનવાર સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પસાર થતા હોવા છતાં, જનપ્રતિનિધિઓની નજર આ જર્જરિત માર્ગ પર કેમ પડતી નથી તેવા ગંભીર સવાલો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે


