મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: આણંદમાં આંધ્ર પ્રદેશની પોલીસ પર હુમલો, જાણો સ્થાનિકોને શું થઈ ગેરસમજ?

આણંદમાં આંધ્ર પ્રદેશ પોલીસ પર હુમલો થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આણંદમાં આંધ્ર પ્રદેશ પોલીસ પર હુમલો થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગ્રીડ ચોકડી પાસે બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજી સ્થાનિકોએ આંધ્ર પ્રદેશની પોલીસ પર હુમલો કર્યો હતો. આણંદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ આણંદના ગ્રીડ ચોકડી પાસે 2 કિલો સોનાની ચોરી બાબતે આરોપીને પકડવા આંધ્ર પ્રદેશની પોલીસ આવી હતી. આંધ્રપ્રદેશ પોલીસ સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ આરોપીને પકડવા ગઈ હતી, ત્યારે બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજી સ્થાનિકોએ આંધ્ર પ્રદેશની પોલીસ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચ પોલીસકર્મીઓને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે આણંદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો