VIDEO: આસામ સરકારનો કડક નિર્ણય: છૂટાછેડા વગર બીજા લગ્ન કરનાર કર્મચારીના પગારમાંથી ૨૦% કપાશે, પહેલી પત્નીને મળશે
આસામ સરકારે જ

આસામ સરકારે જાહેરાત કરી છે કે એવા સરકારી કર્મચારીઓ સામે સખત કાર્યવાહી કરશે જેઓ કાયદેસર છૂટાછેડા લીધા વિના પહેલી પત્નીને છોડીને બીજા લગ્ન કરે.... આવા કિસ્સાઓમાં પહેલી પત્ની દ્વારા અરજી કરવા પર સરકાર કર્મચારીના પગારમાંથી ૨૦ ટકા રકમ કાપીને સીધી તેના બેંક ખાતામાં જમા કરશે. પ્રદેશના મુખ્યમંત્રી હિમંતા સરમાએ જણાવ્યું કે અદાલતી કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી આ પગાર કાપ ચાલુ રહેશે, જેથી પહેલી પત્નીને નાણાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ પ્રકારની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે આ મોટો નિર્ણય લીધો છે.




