મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આસારામ બાપુના ફોટા પૂજા વિવાદ બાદ અમદાવાદમાં તેમના સમથર્કોએ કાઢી રેલી

ગુજરાતના સિવિલમાં દુષ્કર્મી આસારામ બાપુના ફોટા પૂજા વિવાદ બાદ અમદા

ગુજરાતના સિવિલમાં દુષ્કર્મી આસારામ બાપુના ફોટા પૂજા વિવાદ બાદ અમદાવાદમાં તેમના સમથર્કોની રેલી કાઢી હતી, મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના વિવિધ માર્ગો પર આસારામના સમથર્કોએ તેમના પોસ્ટર અને ફોટા સાથે રેલી કાઢી હતી.

આસારામને નિર્દોષ ગણાવ્યા

જેમાં આસારામને નિર્દોષ ગણાવ્યા હતા. તો બીજી તરફ તેમના માટે ન્યાયની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે રેલીમાં હજારો સમર્થકોએ ભાગ લીધો હતો, જેમાં તમામે કહ્યું કે આસારામ નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવ્યા છે.

સુરતની નવી સિવિલ હૉસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. સોમવારે (22 સપ્ટેમ્બર) બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુના ભક્તોના એક જૂથે સિવિલ હૉસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર તેમનો ફોટો મૂકીને આરતી કરી હતી. આ ઘટનાને કારણે ભારે વિવાદ સર્જાયો છે, કારણ કે હૉસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ધરિત્રી પરમારને આ અંગે કોઈ જાણ નહોતી કે કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી.

મળતી માહિતી મુજબ, નવી સિવિલ હૉસ્પિટલમાં આસારામ બાપુના ભક્તોએ તેમની આરતીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મંત્રો અને ભજનો ગાવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે હૉસ્પિટલના કેટલાક ફરજ પરના અધિકારીઓ, જેમાં પિડિયાટ્રિક વિભાગના વરિષ્ઠ વિશેષજ્ઞ ડૉ. જીગીશા પાટડિયાનો પણ સમાવેશ થાય છે, તેઓ આરતીમાં જોડાયા હતા. હાજર સિક્યુરિટીના જવાનો પણ આ પૂજામાં સામેલ થયા હતા.

આ સમાચાર શેર કરો