મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ૨.૮૮ કરોડની ઠગાઈ કરનાર પત્રકારની ધરપકડ

સુરતમાં કરોડો રૂપિયાની ઠગાઈના આરોપમાં ઇકો સેલ પોલીસે પત્રકાર રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી છે. રાજેન્દ્ર

તસવીર: gstv

સુરતમાં કરોડો રૂપિયાની ઠગાઈના આરોપમાં ઇકો સેલ પોલીસે પત્રકાર રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી છે. રાજેન્દ્ર ચૌધરી ખાનગી ન્યૂઝ પેપર અને ચેનલના તંત્રી હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીએ BRTS બસ રૂટની રેલિંગ બનાવવાના કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને બોગસ ડીડી બતાવી ફરિયાદી પાસેથી રૂપિયા 1.84 કરોડ પડાવ્યા હતા. આ ઉપરાંત પાલિકામાં નોકરી અપાવવાના નામે અન્ય લોકો પાસેથી પણ રૂપિયા 2.88 કરોડથી વધુની ઠગાઈ આચરાઈ હોવાનો આરોપ છે. સમગ્ર મામલે ઇકો સેલ પોલીસે આરોપીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહાર અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો